Pravachan by Pujya Shree Lalchandbhai Amarchand Modi, Rajkot

YouTube

AtmaDharma.com

AtmaDharma.org

Telegram

WhatsApp

પૂજ્ય લાલચંદભાઈના પ્રવચનો

સમયસાર કળશ-૨૭૧

પ્રવચન રત્નાકર ભાગ-૧૧ પાનું-૨૪૯

પ્રવચન નં. LA૩૯૫

બીજાનું તો નહિ, એક. શાસ્ત્રમાં પણ આવે, હું કહું એનાથી જુદી વાત. અત્યારે કહેવા માગું છું એના કરતા જુદી વાત શાસ્ત્રમાંથી આવે, શાસ્ત્રમાં, તો તમે એને વ્યવહારનય ણીને અસત્યાર્થ જાણશો, તો તમારું કામ થશે. એવી એક વાત (મારે) તમને કરવી છે. આ બીજો પાઠ ચાલે છે, એટલે પહેલા પાઠની વાત જરા કરી દઉં.

આત્મા જ્ઞાયક છે, જ્ઞાનમય છે, કેવળ જાણનાર-જાણનાર-જાણનાર-જાણનાર, કેવળ જાણનાર છે, એ કરનાર નથી. કોઇ કહે આત્મા રાગને કરે છે તો માનશો નહિ. કોઇ એમ કહે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામને કરે છે તો પણ માનશો નહિ. કોઇ એમ કહે કે મોક્ષને કરે છે આત્મા તો માનશો નહિ. જાણનાર છે.

એટલું ખરું કે રાગ થાય છે ત્યાં સુધી રાગ થાય છે. વીતરાગભાવ થાય તો વીતરાગભાવ થાય છે. મોક્ષ થાય તો મોક્ષ થાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે, એનો નિષેધ નથી. પરિણામ તો એના સ્વકાળે એની સ્વ અવસર જ્યારે હોય કાળ, ત્યારે પરિણામ તો થયા જ કરશે. પરિણામનો નિષેધ નથી પણ પરિણામને હું કરું છું, એ કાઢી નાખજો. સ્વતંત્રપણે સ્વયં થયા જ કરે છે પરિણામ. પરિણામને કોઇ કરતું પણ નથી અને પરિણામને કોઇ રોકતું પણ નથી અને પરિણામને કોઇ ટાળતું પણ નથી. પરિણામ તો થયા કરશે, અનાદિ અનંત થયા કરશે.

અજ્ઞાન દશામાં મિથ્યાત્વ થશે, ભલે થાય. સમ્યગ્દર્શન થયું, સમ્યગ્દર્શન થાય, ભલે થાય. શુક્લધ્યાનની શ્રેણી આવી, ભલે આવી. અરિહંત દશા પ્રગટ થઇ ગઇ, ભલે થઇ. સિદ્ધ અવસ્થા મને પ્રગટ થઇ ગઇ, ભલે થઇ. સમજાણું?

પરિણામ તો થયા જ કરશે. પરિણામને આપણે રોકવાનો અધિકાર પણ નથી. જો આપણે કરવાનો અધિકાર નથી તો ટાળવાનો અધિકાર કે રોકવાનો અધિકાર શું છે? માટે હું તો જાણનાર છું, કરનાર નથી. સમજી ગયા? એ પહેલો જે પાઠ છે, એ પહેલો પાઠ જો તમારો પાકો હશે, તો આ દવા તમને લાગુ પડશે. જો કર્તાપણાનું શલ્ય અંદરમાં પડયું હશે તો, આ નહિ, બેસશે જ નહિ . જ્ઞાતાના પક્ષમાં આવશો તો તમને બેસશે. કર્તાના પક્ષમાં હશો તો આ વાત બેસવાની નથી, સમજી ગયા?

આ અમૃત છે. આ જે છે ને , ગુરુદેવનું વ્યાખ્યાન અમૃત છે. મેળવણ છે. દૂધ કઢાઇ ગયું હોય ને મેળવણ નાખો તો દહીં જામે અને માખણ થઇને ઘી નીકળે. પણ પાણીને ગમે તેવું ઉકાળો ને પછી એમાં મેળવણ નાખો તો દહીં થાય? સમજી ગયા? એને વલોવતાં માખણ નહિ નીકળે.

એટલે જ્ઞાતાના પક્ષમાં આવી ગયા પછી જ્ઞાતા જ છું, કેવળ. કેવળ જાણનાર છું, કથંચિત્ કર્તા ને કથંચિત્ જ્ઞાતા એવું મારું સ્વરૂપ નથી. કેવળ જાણનાર છું, બસ! પરિણામ થાય છે એનો નિષેધ નથી, પણ હું કરું છું એનો નિષેધ છે. નવતત્ત્વ થાય છે, ભગવાને કહ્યા છે, મને ખબર છે. નવતત્ત્વો એના સ્વકાળે થાય ને થશે, કેટલાક થઇ ગયા છે અને કેટલાક ભવિષ્યમાં થશે. શું સમજાણું એમાં કાંઇ? સમજાય ગયુંને? કેટલાક થઇ રહ્યા છે અને કેટલાક થશે ભવિષ્યમાં.

મુમુક્ષુ:- એ મોક્ષની પર્યાય પણ...

ઉત્તર:- થશે, એ મોક્ષની પર્યા થશે, એ મને ખબર છે. એ મને ખબર છે. પણ એ મોક્ષની પર્યાય થશે ત્યારે હું કરીશ?

મુમુક્ષુ:- એમ નહિ.

ઉત્તર:- એમ નહિ, આવશે જ નહિ (કે હું કરું છું). આજથી નક્કી કરી લે, સમજી ગયા?

મુમુક્ષુ:- એટલે આ જીવના ભાવમાં ગૂંથાઈ ગયું છે જે કે હું સમ્યગ્દર્શન કરું, (મારે) કરવું છે,

ઉત્તર:- એ ખોટું છે.

મુમુક્ષુ:- મોટી ભૂલ છે.

ઉત્તર:- મોટી ભૂલ છે. સાધારણ ભૂલ નથી. જે સમ્યગ્દર્શનને કરવાની ભાવના ભાવે છે એ મિથ્યાત્વને કરવાની ભાવનામાં પડયો છે. એ તો વિકલ્પને કરે છે. સમ્યગ્દર્શન ક્યાં થયું? સમ્યગ્દર્શન મારે કરવું છે એવો વિકલ્પ આવ્યોને, હેં? એ તો વિકલ્પનો કર્તા થઇ ગયો. મોક્ષને મારે....કરવું મારા સ્વભાવમાં છે જ નહિ. પહેલો પાઠ મેં અહીંયા કહિયો તમને કે દેવો આવીને કહે તો પણ માનશો મા. સમજી ગયા?

મુમુક્ષુ:- કરવું તો કોઇ હિસાબે (નહિ), ગમે એમ હોય.

ઉત્તર:- બસ! હું તો જ્ઞાતા, જાણનાર છું અને પરિણામ થયા કરે છે. પરિણામ થવા યોગ્ય થાય છે એનો હું નિષેધ નથી કરતો. પણ મારાથી થાય છે ને હું એનો સ્વામી છું ને હું એને કરું છું, (એવું) સ્વરૂપમાં નથી, (એવું) અનુભવમાં દેખાતું નથી. અનુભવી જીવોને એવું અનુભવમાં દેખાતું નથી. અજ્ઞાની જીવને દેખાય છે, તો દેખો. એ તો મરવાનો છે કર્તાબુદ્ધિથી, બીજું શું? આહાહા! માટે પહેલો પાઠ.

હું જયપુર ગયોને આ વખતે, બે હજાર માણસ હતા લગભગ શિબિરમાં. ત્યારે કહ્યું કે સર્વજ્ઞ ભગવાનના આગમમાં છ મહિનાનો કોર્સ (course) કહ્યો છે. વધારેમાં વધારે છ મહિને જીવ સમ્યક્ પામી જાય. જો રૂચિપૂર્વક પુરુષાર્થ ઉપાડે તો છ મહિને પામે, એમ આગમનું વચન છે. હવે એ છ મહિનામાં હું બે ભાગ કરું છું. ત્રણ મહિના અને બીજા ત્રણ મહિના. પહેલા ત્રણ મહિનાનો કોર્સ એવો છે કે હું જ્ઞાતા છું, જાણનાર છું, કરનાર નથી. એ ત્રણ મહિનાનો કોર્સ પાકો કરી લો. અને એ ત્રણ મહિનાઓનો કોર્સ પાકો થાય અને એમાં જો પાસ થઇ ગયા તો પછી બીજા ત્રણ મહિનામાં આવો, આહાહા! કે મને શું જણાય છે? કે પરિણામ જણાતા નથી. થવા યોગ્ય પરિણામ થાય છે એમ કહ્યું, જાણ્યું મેં, પણ કરતો નથી એમ તો જાણ્યું. પણ હવે હું જાણતો પણ નથી, એ બીજો પાઠ છે, ત્રણ મહિનાનો આ.

મુમુક્ષુ:- પહેલા કર્તા છોડયું, પછી જાણવાનું પણ છોડયું. સીધો અભેદ, અભેદની દૃષ્ટિમાં આવી ગયો.

ઉત્તર:- અભેદની દૃષ્ટિમાં. ખ્યાલ આવી ગયો. નિલમ બહેન કહેતા તા, તમે ગયા પછી કે બહેન અભ્યાસી લાગે છે. એને તો પરિચય નહિને? એને તો પહેલો પરિચય, મને તો પરિચય છે. એટલે મેં કહ્યું તારી વાત સાચી છે.

મુમુક્ષુ:- બધો આપશ્રીનો છે પ્રતાપ.

ઉત્તર:- હેં?

મુમુક્ષુ:- પહેલા કાંઈ, તમે આવ્યા એ પહેલા કાંઇ જાણતી જ નહોતી.

ઉત્તર:- હા, જાણતા નહોતા.

મુમુક્ષુ:- કાંઇ સામાન્ય શું, વિશેષ શું, કાંઇ ખબર હતી.

ઉત્તર:- કાંઇ ખબર ન હતી. આહાહા! એ તો જાણ્યું તો તમારાથી જ. હું તો નિમિત્ત માત્ર, એમ.

મુમુક્ષુ:- છતાં એ કૃપા તમારી.

ઉત્તર:- ઠીક છે, હા, એ તો મનમાં રહેજને? એટલું તો રહેજને?

મુમુક્ષુ:- ગુરુદેવને તો પ્રત્યક્ષ જોયા નથી. આપશ્રી જ અમારા તો ગુરુ છો.

ઉત્તર:- આ મૂળ વાત પાયાની વાત છે. બાકી લોકો પાંદડા તોડવામાં ચડી ગયા છે. મૂળિયું સાજુ રાખે, (અને ફક્ત) પાંદડા તોડે તો પાછું લીલું ઝાડ થઇ જશે. પાંદડા તોડી-તોડીને ફેંકી દયે.

મુમુક્ષુ:- મૂળમાં જ ભૂલ હોય પછી ક્યાંથી નીકળે.

ઉત્તર:- મૂળમાં જ ભૂલ હોય પછી ક્યાંથી નીકળે.

મુમુક્ષુ:- પાછું પાંગરી નીકળે.

ઉત્તર:- પાછું પાંગરી જાય ઝાડ. એટલે એક મેઇન ચીજ પહેલી, ત્રણ મહિનાનો કોર્સ છે કે હું તો જાણનાર છું. આહાહા! પણ કોના જેવો જાણનાર? જેવા સિદ્ધ ભગવાન જાણનાર, એના જેવો જાણનાર હોં! એમાં ને મારામાં ફેરફાર નહિ કાંઈ. મનો જે જાણનાર સ્વભાવ એવો જ મારો સ્વભાવ જાણનાર છે. એ જો કાંઇ કરતા નથી તો હું પણ કરનાર નહિ, આહાહા! એમ પહેલા અકર્તાનો પાઠ-અભોક્તાનો પાઠ, એ તમે જે પુસ્તક છપાવ્યું છે ને? તમારા સાસરાના નિમિત્તે એમાં જ છે આ. તમારા પિતાજી ને માતાજીનો ફોટો છે ને? મોકલાવ્યો છે મને. મળી ગયા પુસ્તક? એટલે એમાં જ છે આ. સમજી ગયા?

એટલે આ મૂળ વસ્તુનો સ્વભાવ છે. આત્મા જાણનાર છે, કરનાર નથી, બસ! એ પહેલો પાઠ પાકો થઇ ગયો? શાસ્ત્રમાં આવશે કે આત્મા અશુદ્ધનિશ્ચયનયે રાગને કરે છે. એક દેશ શુદ્ધનિશ્ચયથી સંવર, નિર્જરા ને મોક્ષને કરે છે. એ બધું આવશે, પણ એ વ્યવહારનયનું કથન છે, એને ગૌણ કરજો, ગૌણ કરીને અભૂતાર્થ કરી નાખજો. કથન આવશે બધા, કથન તો આવે એમાં શું? આવે કથન તો આવે. કેમકે પરિણમે છે ને એ આત્મા? તો પરિણમે છે, માટે કર્તા ઉપચારથી કહેવાય. ઉપચારથી કર્તા કહ્યો છે, વ્યવહાથી. ખરેખર કર્તા નથી, જાણનાર છે. જે જાણે છે તે કરતો નથી ને કરે છે તે જાણતો નથી. આ મેઇન છે વાત.

એટલે પછી આ બીજો પાઠ લાગુ પડશે, દવા. જો તમે શલ્ય રાખશો કે પરિણામને હું કરું છું, સમ્યગ્દર્શન મારે કરી દેવું છે. તમે જાણનાર છો કે કરનાર છો? તમે તો ભીંત ભૂલ્યા. તમારે ધર્મ કરવો છે? કે ધર્મી હું છું, ધર્મીને જાણનાર છું, એમ લ્યો ને? ધર્મી એટલે અનંત ગુણનો પિંડ, ધર્મી. અને એનો જાણનાર છું, કરનાર નથી, એમ.

મુમુક્ષુ:- પછી આનંદ તો સહેજે આવી જાય.

ઉત્તર:- સહેજે આવશે. આવ્યો સમજો. જો તમે મેળવવા જશો તો નહિ આવે.

મુમુક્ષુ:- નહિ આવે. તો-તો ઓલી કર્તાબુદ્ધિ થઇ ગઇ. કરું છું. જોઇએ છે આનંદ.

ઉત્તર:- મારે જોઇએ છે આનંદ. આ કહે, લંડનમાં રહીને આવો અભ્યાસ! મેં કહ્યું આત્મા છે ને? લંડનમાં ક્યાં રહે છે? આત્મામાં રહે છે. અને સૌ ગુરુદેવનું સાહિત્ય, ટેપો, અગિયાર ભાગ, બધું અધ્યયન કરે છે. મેં કીધું સાત ભાગ સુધી એ લોકોએ વાંચ્યું છે. અને ઘરમાં પણ વાંચે છે. અભ્યાસ તો કરે છે, અને હવે અભ્યાસ વધી જશે. બહુ નિવૃત્તિ થઇને, સારું, ઘણો ફેર પડશે, સારું છે. ઘણાં જીવો પામશે ગુરુદેવના નિમિત્તે. એવું બહાર આવ્યું છે તત્ત્વ, તત્ત્વ બહાર આવ્યું છે. નહોતું, અંધારું હતું સાવ. સાવ અંધારું. શાસ્ત્રમાં હતું, દિગંબર શાસ્ત્રમાં, પણ દિગંબરો કોઇ જાણતા નહોતા.

મુમુક્ષુ:- આ વાત જ ક્યાં હતી?

ઉત્તર:- બહાર જ ન આવી. શાસ્ત્રોમાં પડી તી, કોઇ જાણતું નહોતું, દૃષ્ટિ ન ગઇ કોઇની, અનુભવ ન થયો કોઇને. અનુભવી સિવાય કોઇ કહી શકે નહિ. જેણે આત્મા જાણ્યો એ આત્માના સ્વરૂપને કહી શકે. આત્મા જાણ્યો નથી એ આત્માનું સ્વરૂપ શું કહી શકે? એ તો કર્તા-કર્તા-કર્તા, માન્યા જ કરે. આમ કરો, આમ કરો, આમ કરો, આટલું કરો, ક્રિયા કરો. ચાલો! એટલી વાત મનમાં આવી સવારથી, તમને કહી દઉં. એ કહી દીધુ છે. કેમકે બે પાઠ છે ને? બે જ છે.

મુમુક્ષુ:- હાં! બે જ છે. તમે પહેલેથી મળ્યા ત્યારથી જ કીધું તું કે બે જ પાઠ છે.

મુમુક્ષુ:-પહેલા જ શરૂઆત કરી હતી પહેલા પાઠની આપે.

મુમુક્ષુ:-પણ આમ ત્રણ-ત્રણ મહિનાની મુદ્દત?

ઉત્તર:- વધારેમાં વધારે, ત્રણ મહિનાની મુદ્દત વધારેમાં વધારે હોં! થાય તો અડધી કલાકમાં. આ તો આચાર્ય ભગવાને ઉદારતા વાપરી કે વધારેમાં વધારે છ મહિને તને સમ્યગ્દર્શન થશે, સમજી ગયા? બાકી કોઇ તો અંત:મુહૂર્તમાં પામી જાય. માં શું? આ ઘરની વાત છે ને? પોતાના દર્શન કરવા છે, બીજું તો કાંઇ નથી કરવાનું. પોતાના દર્શન કરવા છે, () ભૂલી ગયો છે. આમ-આમ (પર સામે) દર્શન કરવા જાય છે. એટલે પોતાના દર્શન કરવા છે, બીજું કાંઈ નથી.

મુમુક્ષુ:- અંધો છે, એટલે દેખતો નથી.

ઉત્તર:- છે. જણાય, દેખાય, આહાહા! દેખાઇ રહ્યો છે.

મુમુક્ષુ:- હજરાહજુર છે.

ઉત્તર:- હજરાહજૂર. અમારા દેશમાં હજરાહજુર કહે સમજી ગયા? પ્રત્યક્ષ દેખાય છે, છે. (જાગ)તો જીવ ઊભો છે. હેનશ્રી કહે છે ને? (જાગ)તો જીવ ઊભો છે. એટલે છે, છે છે ને ન જણાય? છે તો જણાયને? ન જણાય શું કામ?

બીજો પારો છે ને? ચોથું પાનું. બીજો પારો.

મુમુક્ષુ:- નહિ, પહેલું જ ચાલુ છે.

ઉત્તર:- પહેલું શરૂ કરું? ઠીક.

મુમુક્ષુ:- પહેલું અડધું થયું.

ઉત્તર:- ઠીક. ફરીથી, ચોથું પાનું પહેલો પારો.

જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો’ આટલો પાઠ મૂળ છે. પરપદાર્થ જ્ઞેય છે, એના આકારે એટલે એનું સ્વરૂપ આમાં પ્રતિભાસે છે અને એ રૂપે જ્ઞાનનું પરિણમન સ્વતંત્રપણે અહીંયાં થાય છે. તેને જ્ઞાનના કલ્લોલો એટલે જ્ઞાનની પર્યાય કહેવામાં આવે છે. હવે, એ જે કહ્યું કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, એવી જે જ્ઞાનની પર્યાય થાય છે, એમ જે શાસ્ત્રમાં આ પાઠ છે, શાસ્ત્રનું, શાસ્ત્રનું વાક્ય છે. એમ જે કહ્યું છે, એ વ્યવહારનયથી કહ્યું છે. એને જાણવારૂપે પરિણમે છે - જ્ઞાન, એવું જે કહ્યું છે, છે શાસ્ત્રનું વચન આ. હવે ગુરુદેવ નો અર્થ કરે છે કે એ વ્યવહારનું કથન છે.

જ્ઞેયને જાણવારૂપે જ્ઞાન પરિણમે છે, જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન, એ વ્યવહારથી કહ્યું હોં! જો તમે નિશ્ચય માની લો ભૂલ થઇ ગઇ, મોટી ભૂલ થઇ ગઇ. તો તમે ત્યાં (પરમાં) જ ચોંટી જાશો, એને (પરને) જાણવામાં રોકાઇ જશો. (પરને) કરવામાંથી નીકળ્યા, તો રોકાણા (પરને) જાણવામાં. જાણવું તો જોઇએને? કેવળી ભગવાન લોકાલોકને જાણે છે અને જાણનાર છુંને હું?

મુમુક્ષુ:- જાણવાનો સ્વભાવ છે ને મારો.

ઉત્તર:- જાણવાનો સ્વભાવ છે, તો જાણું તો ખરોને? આ દુકાન મારી કે અલકા મારી, એમ નહિ પણ અલકા છે એમ તો જાણુંને? એટલું તો જાણવું જોઈએને?

મુમુક્ષુ:- જાણવાનો સ્વભાવ કીધો, મરી ગયો.

ઉત્તર:- સ્વભાવ કીધો, મરી ગયો. આત્મા છે ને? આહાહા! શાસ્ત્રમાં પાઠ તો ઘણા આવે. લખાણ તો ઘણાં આવે. એનો ખુલાસો ગુરુદેવ કરે છે, જુઓ! આ શાસ્ત્રમાં આમ આવ્યું છે, કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય એવી જ્ઞાનની પર્યાયરૂપે આત્મા પરિણમે છે. કલ્લોલ એટલે પોતાની પર્યાય. જેમાં ઓલું નિમિત્ત છે. ઓલું નિમિત્ત અને જ્ઞાનની પર્યાય નૈમિત્તિક. એ જ્ઞેય અને આ જ્ઞાન, એ સંબંધીનું. એના સંબંધીનું જ્ઞાન, આત્મા સંબંધીનું નહિ.

મુમુક્ષુ:- જ્ઞેય સંબંધીનું.

ઉત્તર:- જ્ઞેય સંબંધીનું જ્ઞાન કહે છે કે એ વાક્ય છે એ વ્યવહારનું છે, તું એ સાચું માનીશ માં. હા! જ્ઞાન આત્માને જાણે છે એ વાત સાચી માનજે. પણ આને (પરને) જાણે છે એ વ્યવહાર છે. વ્યવહાર કહ્યું હોં! ધ્યાન રાખજે! આ વ્યવહારનયનું કથન છે હોં! વ્યવહારનયનું કથન એટલે જૂઠું, એમ છે નહિ.

મુમુક્ષુ:- જે નથી એની જાહેરાત કરે છે.

ઉત્તર:- નથી એની જાહેરાત કરે છે, બસ, એનું નામ વ્યવહાર.

મુમુક્ષુ:- એનું નામ વ્યવહાર. નથી એટલે પોતાના સ્વભાવમાં નથી?

ઉત્તર:- પોતાના સ્વભાવમાં નથી, એને જાણવું.

મુમુક્ષુ:- એના સ્થાને એ ભલે રહ્યું.

ઉત્તર:- ભલે રહ્યું, પણ એેને જાણવાનો મારો સ્વભાવ નથી. કેમકે એને જાણતાં આમ (આત્માના) સાધ્યની સિદ્ધિ થતી નથી. આત્મદર્શન અટકી જાય છે, આત્મદર્શન અટકે છે મને. બાધા પહોંચે છે મને. ઘાત થાય છે મારા આત્માનો એને (પરને) જાણવામાં રોકાઉ તો. રોકાણો અનંતકાળથી પરને જાણવામાં, આત્માને ન જાણ્યો. એ ભૂલ થઈ ગઇ. એ ભૂલ નીકળવા માટેનો આ પાઠ છે.

આ વ્યવહારથી કહ્યું હોં. ખરેખર તો જ્ઞેયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે. એના (પરના) કારણે નહિ પણ પોતાની દશા જ એવી છે કે જે એમાં જણાય. પોતાને જાણતાં એમાં એ (પર) જણાઇ જાય એવી સ્વચ્છતા છે પણ એને જાણે છે એમ રહેવા દેજે. એ ભલે જણાય, એ ભલે જણાય, એ ભલે પ્રતિભાસે. હેં! એ ભલે ઝલકી જાય, કાંઇ વાંધો નહિ. તું એનું (પરનું) લક્ષ કરીશ માં. તારી સ્વચ્છતા છે દર્પણની માફક અને એ ઝલકસે, ભલેને ઝલકે, કાંઈ વાંધો નથી, તારું જ્ઞાન મેલું નહિ થાય પણ એ ઝલકે છે એમાં લક્ષ કરીશ તું કે, આહાહા! આને (પરને) હું જાણું છું તો ગયો દુનિયામાંથી.

ખરેખર તો જ્ઞેયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. (પર) જે જણાય છે એમાં એ પોતાની સ્વચ્છત્વ શક્તિ છે, સામર્થ્ય છે તેથી જણાય છે. જેમ દર્પણમાં જણાય, અગ્નિ જણાય એમ, મોર જણાય એ, આહાહા!

જ્ઞેયોના આકારે થતું જ્ઞાન’ જુઓ. ઇન ટુ કોમા (in-to-comma) કર્યા. 'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન' કોમા કર્યાને બે, ચિહ્ન ઉપર વાક્ય! એ તો કહેવા માત્ર છે. સંધ્યા બહેન! કહેવા માત્ર છે. હું આને (પરને) જાણું છું, આ મારા જ્ઞાનમાં જણાય છે, હું આને જાણું છું ને આ મારા જ્ઞાનમાં જણાય છે, જાણું છું ને જણાય છે, એ કહેવા માત્ર છે. આહાહા! કથનમાત્ર છે. એક વાક્ય તો બસ થાય. એક વાક્ય તો બસ થઇ જાય. જ્ઞેયથી વ્યાવૃત્ત થઇ જાય, પાછો ફરી જાય અને જાણનારને જાણવા માંડે, આહાહા! કથનમાત્ર છે! આ કોઇ મહાપુરુષ પાક્યો! આપણા માટે જ જાણે એણે અહીંયાં જન્મ લીધો એવું લાગે છે. આપણો કાળ પાકી ગયો તોને? આપણો કાળ પાકયો તો આવું નિમિત્ત તો હોય જ ને? અને સમર્થ નિમિત્ત, તીર્થંકરનું દ્રવ્ય મળ્યું આપણને, એમ! સાધારણ સમ્યગ્દૃષ્ટિ કે પાંચમા ગુણસ્થાનવાળા કે મુનિરાજ પણ મળે. પણ આ તો સમર્થ પુરુષ પાક્યો, સમજી ગયા? જબરદસ્ત! આહાહા!

કહેવા માત્ર છે. 'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન', બહેન! 'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન'. એ તો કહેવામાત્ર છે. જ્ઞેયો મારા એમ તો છે નહિ, પણ જ્ઞેયોના આકારે થતું મારું જ્ઞાન, આ જ્ઞાન, કહેવા માત્ર, કથનમાત્ર છે, આહાહા!

મુમુક્ષુ:- જ્ઞેયોને જાણતું જ્ઞાન.

ઉત્તર:- હા. જ્ઞેયો જેમાં જણાય, એવું જે જ્ઞાન, કહેવા માત્ર છે. એ જણાય ને હું જાણું.

મુમુક્ષુ:- એમ નથી.

ઉત્તર:- મારે એની સાથે એ વ્યવહાર નથી. મારો વ્યવહાર પરની સાથે ન હોય, એક નાતમાં વ્યવહાર હોય, દીકરી-દીકરાના લગનમાં. અત્યારે જુદી વાત છે. આ તો વાત કરું છું પહેલાના કાળમાં તો એક નાતમાં હતાને, સગપણના સંબંધો. એમ આ નાત બીજી છે, છ દ્રવ્ય, મારી નાત ક્યાં છે? મારો વ્યવહાર મારી પાસે છે. હું જ્ઞાન ને મારો આત્મા જ્ઞાયક. જાણનારને જાણું એ વ્યવહાર છે, એક જાતમાં. વિજાતમાં-વિજાતમાં વ્યવહાર પણ નથી. નિશ્ચય તો નથી, વ્યવહાર પણ નથી. રાગને જાણવું મારો ધરમ નથી. કરવું તો ધરમ નથી.

મુમુક્ષુ:- પણ જાણવું પણ નહિ.

ઉત્તર:- કેમકે જાત જુદી છે એની.

મુમુક્ષુ:- જ્ઞાન ને જ્ઞેયની જાત જુદી ન હોય.

ઉત્તર:- ન હોય. અને એ વ્યવહાર ન હોય આત્મામાં.

મુમુક્ષુ:- જુદી જાતની સાથે જ્ઞાન-જ્ઞેયનો વ્યવહાર ન હોય.

ઉત્તર:- ન હોય, એમ કહે છે. જ્ઞાન-જ્ઞેયનો ભેદ એટલો અંદર રાખ તો વ્યવહાર થાય, અભેદ કર તો નિશ્ચય છે. તારે વ્યવહાર ને નિશ્ચય જોતો હોય તો અંદર છે, અંદર છે. હું જ્ઞાન અને હું જ્ઞેય, એ વ્યવહાર થઇ ગયો. અને અનુભવમાં હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય, એકાકાર થઇ ગયો, એ નિશ્ચય. તારું જ્ઞેય તો અહીંયા (અંદરમાં) છે, અહીંયા જોને! ત્યાં (બહારમાં) ક્યાં જ્ઞેય છે તારું.

મુમુક્ષુ:- એટલામાં જ રમત કરો કે જ્ઞાન અને જ્ઞેય અભેદ, ને વ્યવહાર આ જ જ્ઞાન ને જ્ઞેય.

ઉત્તર:- એ ભેદ કરો તો વ્યવહાર, અભેદ કરો તો નિશ્ચય. અભેદ કરો તો અનુભવ, બસ! નિશ્ચય-વ્યવહાર બધુ અંદર છે, આહાહા! બહારમાં કાંઇ નથી.

મુમુક્ષુ:- આ જીવને તો પણ અનાદિથી બહારનું જ (લક્ષ) છે.

ઉત્તર:- હા! બહારનું કરવું અને બહારનું જાણવું-જોવું. બસ! એ રહી ગયું.

મુમુક્ષુ:- ને અહીંયા આવ્યો તો પણ પરના જાણવામાં રહ્યો.

ઉત્તર:- અહીંયાં આવ્યો ગુરુદેવ પાસે, તો જાણવું તો સ્વભાવ છે ને? જાણવું તો ખરુને? આપણાં મુમુક્ષુઓ અત્યારે મારી સામે દલીલો કરે છે ઘણાં, આવે છે મારી સામે તો આવે જ ને એ તો?. ભલે આવે, કાંઇ વાંધો નહિ. પણ હું કહું કે તમે ગુરુદેવને માનોને? હું ક્યાં કહું છું? આ તો હજી ટેપ છે ને? પાછી ટેપો છે, તમે ગુરુદેવના શબ્દો (સંભાડો), આ ગુરુદેવ જ બોલે છે એમ તમને ખાત્રી થાય.

મુમુક્ષુ:- તર્કથી આમ અનુમાન કરે તો પણ બેસે કે-ના આમ જ છે.

ઉત્તર:- આમ જ છે. અનુમાન કરે તો પણ બેસી જાય. બેસે, લાયક જીવને બેસવા મંડે. હકાર આવે અંદરમાંથી. ગુરુદેવ કહેતા તા એકવાર હા તો પાડ, તો હાલત થશે. હાલત થઇ જશે બહેન! આહાહા!

મુમુક્ષુ:- અને એવું જ છે ને? હા પાડે તો એનું કામ થઇ જશે.

ઉત્તર:- કામ થઇ જશે. ના પાડે તો એ તો રહી જશે.

'જ્ઞેયોના આકારે થતું જ્ઞાન' એ તો કહેવા માત્ર છે. આત્મા-જ્ઞાન, ને જ્ઞેયને જાણે છે, એ તો કહેવા માત્ર છે. કથનમાત્ર છે, આહાહા! કેવા શબ્દો છે! આહાહા! બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે’, જ્ઞેયાકાર છે જ નહિ, આહાહા! (જ્ઞાન) જ્ઞાનાકાર જ છે અને જ્ઞેયાકાર છે જ નહિ. જ્ઞેયોને જાણતું નથી ને પોતાના આત્માને જાણે છે. જ્ઞાન, જ્ઞાનને જાણે છે, જ્ઞાન જ્ઞાયકને જાણે છે. જ્ઞાનાકાર છે પણ જ્ઞેયાકાર નથી. આહાહા! ટાંકોતકીર્ણ, કોહિનૂરના હીરા છે. કોહિનૂરના હીરા, આહાહા! ઝવેરી હોય ને? એનું ધ્યાન પડી જાય. ઓહોહો! હું આનો (પરનો) જાણનાર નથી, જાણનાર જણાય છે, મને તો જાણનાર જણાય છે. આવી જા ને અંદર. જાણનાર જણાય છે. થોડીક વાર તો આવ કે? મજા આવશે તને.

મુમુક્ષુ:- પછી નીકળવાનું જ મન નહિ થાય.

ઉત્તર:- એવું જ છે હોં! પછી નીકળે કોણ એમાંથી?

મુમુક્ષુ:- એકવાર સ્વાદ ચાખી લે પછી?

ઉત્તર:- પછી છોડે કોણ એને?

જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકાર છે જ નહિ. અસ્તિ-નાસ્તિ અનેકાંત કર્યું. જ્ઞાનાકાર છે અને જ્ઞેયાકાર નથી, એમ. સમજાણું કાંઇ? આહાહા! અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણે થઇને હું જ્ઞેય છું. જ્ઞેય અહીંયાં (અંદરમાં) છે, જ્ઞેય ત્યાં (બહારમાં) ક્યાં છે? તારું જ્ઞેય તો અહીંયાં છે, આહાહા! દ્રવ્ય, ગુણ ને પર્યાય એ તારું જ્ઞેય છે, એને જાણ ને! આહાહા! જ્ઞેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું ને જ્ઞેય આ લોકાલોક-એવું કોણે કહ્યું? જ્ઞાન હું, જ્ઞાતા હું - બેય અહીંયા રાખ્યું. જ્ઞાતા ને જ્ઞાન બે (અહીંયા) રાખ્યું અને જ્ઞેય ક્યાં સ્થાપ્યું? (બહારમાં).

મુમુક્ષુ:- બહારને જ્ઞેય સ્થાપી દીધું.

ઉત્તર:- એ ભૂલ થઇ ગઇ. અનાદિની આ ભૂલ છે. ભૂલ છે, એકડો છે, એ ભૂલ ગઇ એટલે કામ થાય, બસ! આ બીજો પાઠ છે. પાઠ બે જ છે, લંડનમાં પણ બે પાઠની વાત કરી તી.

મુમુક્ષુ:- પણ આમ બહુ સરળ છે. આ બધા થોથા ભણવાનું અને આવું બધુ કર્યું, એનું.

ઉત્તર:- શાસ્ત્ર ભણવાનું બંધ થઇ જાય. અટક ન રહે, છૂટી જાય એ બધુ. અહીંયા આવી જાય. આ વાંચતા હરખ આવી જાય છે, વાંચતા.

મુમુક્ષુ:- વિચાર કરતાં પણ આમ અંદરથી ઉમંગ આવે.

ઉત્તર:- હા! ઉમંગ આવી જય. પોતાની વાત છે ને? પોતાની વાત છે અને પોતાની ભૂલ દેખાણીને પોતાને? ભૂલ જાણે તો ભૂલને ભાંગી નાખે કે આ મારી ભૂલ થઇ.

મુમુક્ષુ:- પરની આકુળતા તો ક્યાંય ભાગી.....

ઉત્તર:- (હા).

હવે, જુઓ સારી વાત કરે છે. જ્ઞાન હું અને જ્ઞાતા હું, એ બે રાખ્યું અહીંયા. ને જ્ઞેય આ લોકાલોક-એવું કોણે કહ્યું? કોણે કહ્યુ આ વાત? આ તો છે નહિ ક્યાંય વાત. ગુરુદેવ કહે કોણે કહ્યું આ વાત? એવું તો વસ્તુ સ્વરૂપ નથી. હું જ્ઞાન અને હું જ્ઞાતા અને આ લોકાલોક મારા જ્ઞેયો,-એમ કોણે કહ્યું? એવું છે નહિ.

મુમુક્ષુ:- શેના ઉપરથી આવી જાહેરાત કરી ગુરુદેવે?

ઉત્તર:- કેવી જાહેરાત પણ! ટંકોતકીર્ણ, દાંડી પીટીને! દાંડી પીટીને કરી વાત!

મુમુક્ષુ:- શેના ઉપરથી? વિચાર કરીએ, જે આ વાત કો જાણતું નહોતું, માન્ય ન રાખે એવી વાત એમણે જાહેર કરી છે.

ઉત્તર:- માન્ય ન રાખે!

ઉત્તર:- કોઇ માન્ય ન રાખે હોં! અત્યારે નથી રાખતા, પણ લાયક હોય એ રાખે.

મુમુક્ષુ:- ત્યારે તો કોઇ માન્ય ન રાખે. એવી વાત કરવાની હિંમત થવી એ પણ ગજબ છે.

ઉત્તર:- હિંમત હોં! અનુભવીને હિંમત હાલે. અનુભવ હતોને એને? એટલે હિંમત હાલે. માને કે ન માને કોઇ.

મુમુક્ષુ:- વસ્તુ તો આ છે. માનો કે ન માનો.

ઉત્તર:- તમારી મરજી, સ્વતંત્ર છો, બસ! આહાહા! એવું કોણે કહ્યું? આત્મા જ્ઞાતા છે અને લોકાલોક જ્ઞેય છે એ કોણે કહ્યું? કે ભાઈ! સર્વજ્ઞના આગમમાં આવે છે ને? કે એ વ્યવહારનયથી કહ્યું છે, ખોટું માનજે, વ્યવહારનું કથન છે. એટલે બે વાત આજે કહી, કે દેવ આવે તો પણ તમે માનતા નહિ. એની અંદર બધા વિદ્વાનો (અને) બધા આવી ગયા. કહેવાનો મારો ભાવાર્થ એ હતો, સમજી ગયા? અને બીજું એ હતું કે આગમમાં પણ આવશે કે કેવળીભગવાન લોકાલોકને વ્યવહારે જાણે છે એ આવશે. આપણે માન્ય છે, વ્યવહારનયે જે આવશે, બરાબર છે પણ નિશ્ચયનયે જોવામાં આવે તો એ ખોટી વાત છે. કેવળી ભગવાન આપણા તો આત્માને જાણે છે. કેવળી કેવળજ્ઞાન વડે આત્માને જ જાણે છે.

કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,

કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ

(શ્રી આત્મા સિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૧૧૩)

શ્રીમદનું વાક્ય છે આ, અનુભવીનું વાક્ય છે. કે કેવળીની વ્યાખ્યા કરી એણે. એને ખબર હતી કે લોકાલોકને જાણે તે કેવળી, (વ્યાખ્યા) બધાય ચલાવે છે. સમજી ગયા? પણ એમ નથી. કેવળી તો પોતાના આત્માને ડૂબીને અંદરમાં જાણે છે, આહાહા! એ આમ-આમ (બહાર) જાણવા જાય? આમ-આમ (બહાર) જાણે કોઈ દિ?

મુમુક્ષુ:- અભેદ છે.

ઉત્તર:- હેં! અભેદ છે, ભેદ જ પાડતો નથી કેવળજ્ઞાન ને આત્માનો. ભેદ પડે તો ઓલું વાક્ય આવે પણ ભેદ જ પડતો નથી. આહાહા! આ કોણે કહ્યું? હેં ગજબની હો! ગજબની હિંમત. કોણ કહે છે કે લોકાલોકને જાણે છે, જ્ઞાન. ખોટી વાત છે. પણ ખોટી વાત (છે એમ) કહેશો તો તમે કેવળીને માનતા નથી, એમ તમને (લોકો) કહેશે. અમે કેવળીને માનીએ છીએ, તું નથી માનતો. અમે કેવળીને માનીએ છીએ કેમકે કેવળજ્ઞાન વડે આત્માને જાણે છે, એમ અમે કહીએ છીએ.

મુમુક્ષુ:- કેવળી, કેવળીને ન માને?

ઉત્તર:- કોણ જાણે. કેવળી છે, કેવળ આત્માને જાણે છે એ કેવળી છે-શ્રુતકેવળી છે. શ્રુતકેવળી છે એ કેવળીને ન માને? એ જ માને છે. અજ્ઞાની ક્યાં માને છે? અજ્ઞાની કેવળીને માનતો જ નથી.

કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ, આહાહા! ખરેખર એમ છે નહિ, આહાહા! એમ કહેવું એ વ્યવહાર છે. કેવળી કે જ્ઞાન લોકાલોકને જાણે છે, એમ કહેવું છે વ્યવહાર છે, આહાહા! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ! આ અંતરની ખુમારી આવી, કે આત્મા જ્ઞાતા છે અને લોકાલોક જ્ઞેય છે, એમ કહ્યું કોણે? એ જુઓ તો ખરા, ધર્મીની ખુમારી! અંદર નિર્વિકલ્પધ્યાનમાંથી બહાર આવી અને આ વાણી નીકળી છે.

મુમુક્ષુ:- ત્યારે આ વાણી બહાર પડે છે, બરાબર!

ઉત્તર:- (હા!) ખુમારી તો જુઓ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો તો હો, એમાં ક્યાં ના છે? હો તો હો, છ દ્રવ્ય છે, અનંતા જીવો, અનંતા પુદગલ પરમાણુઓ, કોણના પાડે છે? હો તો હો.

મુમુક્ષુ:- બધું છે. હો તો હો! હું તો એક છું.

ઉત્તર:- હો તો હો! હું તો એક છું અહીંયા (આત્મામાં). મારી નજર તો અહીંયા (અંદર) છે, મારી નજર (ત્યાં) બહાર નથી. મારી નજર તો અંદરમાં થંભી ગઇ છે, બસ! આહાહા! જ્ઞાન ફરતું નથી, આહાહા! જ્ઞેયો ફરે પણ જ્ઞાન ન ફરે. એ જ્ઞેયો એટલે શું? અંદરના જે પરિણામ છે ને? એ જ્ઞેય છે, છ દ્રવ્ય જ્ઞેય નથી.

મુમુક્ષુ:- આપણે કહ્યાને પોતાના કલ્લોલો.

ઉત્તર:- હા કલ્લોલો! નિલમ સજીને? પોતાના કલ્લોલો એ જ્ઞેય છે. હેં! એટલું પકડાયું ને? પરિણામ જે થાય છે અંદરમાં, આહાહા! એ જ્ઞેય છે-એ જ્ઞેય છે. એ જ્ઞેયો તો ફરે છે. પરિણામ આવે ને જાય, આવે ને જાય. હવે, એના સંબંધીનું જે જ્ઞાન થાય એ તો અજ્ઞાન છે. પણ આત્માને જે જાણે છે જ્ઞાન, એ ફરતું જ નથી. કેમકે આત્મા ફરતો નથી, ફરે એ જ્ઞાન ન કહેવાય. કારણ કે એતો જ્ઞેયો ફરે છે ને જ્ઞેયોની વાંહે વાંહે (પાછળ પાછળ) જ્ઞાન દોડે. આને (પરને) જાણું-આને જાણું-આને જાણું, હવે, આને જાણ્યું-આને જાણ્યું, જ્ઞાન જ નથી.

મુમુક્ષુ:- તમારે હજી એક વખત પધારવું પડશે એક વાર અમારે ઘરે.. .

ઉત્તર:- હેં? એમ લાગે છે? લંડન? બોલાવી જશો, એક વખત?

મુમુક્ષુ:- બીજું કાંઇ નહિ કરીએ આપણે બસ!

ઉત્તર:- આપણે બેસી જાશું સામે સામે. એમને? આપણે ત્રણ જણા.

મુમુક્ષુ:- જે અમારી ભૂલ છે એ ભૂલ ભંગાવી છે.

મુમુક્ષુ:- બહેન તો રજા આપશેને તમને. આપશેને બહેન રજા? બાપુજી રજા આપશેને? અમારે ત્યાં આવવા માટે.

ઉત્તર:- આહાહા! બીજી ચીજો હો તો ભલે હો! પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનો સંબંધ નથી. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ તોડી નાખ્યો. કર્તા-કર્મ સંબંધ તો નથી પણ હું જ્ઞાતા ને આ (પર) જ્ઞેય એવો જે વ્યવહાર, એ વ્યવહારને તોડે છે. એ વ્યવહારને તોડે ત્યારે અંદરમાં આવે, ઉપયોગ અંદરમાં જાય. હું આને (પરને) જાણું છું, એ જ્ઞેયને અને હું જ્ઞાતા (એમ નથી).

(ગુરુદેવેફ) સવાર બપોર અને સાંજ, આત્માની જ વાત કરી. એક જ વાત કરી, પિસ્તાળીસ-પિસ્તાળીસ વર્ષ સુધી આદિથી અંત સુધી, ફર્યા નહિ. વિરોધ થયો, હજારો લાખો માણસોનો, મેરૂ ડગે પણ જ્ઞાની ન ડગે, આહાહા! કહેતા તા, તમારે ફરવું પડશે, આ અમારી વાત ફરવાની નથી, એમ કહેતા હતા!. ચેલેંજ (challenge) હોં!

મુમુક્ષુ:- વસ્તુનું સ્વરૂપ જ એવું હોય, પછી.

ઉત્તર:- પછી શું ફરે? વસ્તુ ફરે કાંઇ? વસ્તુ ફરે તો વસ્તુનું જ્ઞાન ફરે. વસ્તુ જેવી છે એવી જ્ઞાનમાં આવી ગઇ ને વાણીમાં એવું આવે, બસ!

આહાહા! અહીં શું કહે છે? બીજો પારો, હવે શરૂ થાય છે. આહાહા! અહીં શું કહે છે? કે પરજ્ઞેય, (પરપદાર્થો- એની વ્યાખ્યા કરે છે, પરજ્ઞેયની, દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચપરમેષ્ઠી, ને વ્યવહાર રત્નત્રય આદિ જ્ઞેય) અંદરના પરિણામ એ જ્ઞેય લીધા. ઓલા બહારના જ્ઞેય અને વ્યવહાર રત્નત્રયના પરિણામ અંદરના જ્ઞેય.

મુમુક્ષુ:- ત્યાં સુધી લઇ લીધું, વ્યવહાર રત્નત્રયના (પરિણામ).

ઉત્તર:- અંદરના વ્યવહાર રત્નત્રયના પરિણામ પણ જ્ઞેયમાં જાય છે, એ જ્ઞાનમાં નથી આવતા.

મુમુક્ષુ:- જ્ઞેયમાં આવે છે. બરાબર છે.

ઉત્તર:- જ્ઞેયમાં આવે છે. આત્મામાં તો નથી આવતા, પણ જ્ઞાનમાં પણ નથી આવતા. એ પરજ્ઞેયમાં આવે છે. આપણે સવારે વાત થઇને? એ આ, આવ્યું તું. ને વ્યવહાર રત્નત્રય આદિ જ્ઞેય) હું જ્ઞાન, ને હું જ્ઞાતા - એવો સંબંધ હોવાનું તો દૂર રહો, આહાહા! હું જ્ઞાન, હું જ્ઞાન ને હું જ્ઞાતા - એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું જ્ઞેય, હું જ્ઞાન, ને હું જ્ઞાતા - એવા ત્રણ ભેદ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જ્ઞાતા પણ હું, જ્ઞેય પણ હું ને જ્ઞાન પણ હું. અંદરના ત્રણ ભેદ એણે અભેદ કરી નાખ્યા.

મુમુક્ષુ:- ભેદને ભાંગી નાખ્યા.

ઉત્તર:- ભેદને ભાંગી નાખ્યા.

મુમુક્ષુ:-અભેદમાં આવી ગયો,

ઉત્તર:- ભેદને ભાંગી નાખ્યા એટલે અભેદમાં આવી ગયો.

મુમુક્ષુ:-અભેદ થઇ ગયો.

ઉત્તર:- અભેદ થઇ ગયો, બસ!

એ ત્રણે હું એક છું. જુઓ આ સ્વાનુભવની દશા! અનુભવી કહે છે કે હું જ્ઞાન, હું જ્ઞેય ને હું જ્ઞાતા, એવા જે ત્રણ ભેદ (હોય) ત્યાં સુધી અનુભવ નહિ થાય. એ ત્રણેનું એકપણું થાય એટલે અનુભવ થાય. એનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન છે.

આ પુસ્તક જે છે ને, અધ્યાત્મરત્નત્રય, છપાણું છે ને? એની સાથે આ એક બુક બાઇંડ કરાવી લેવું, (add) કરાવવું, એડ (add). છે તો માં કળશ ટીકામાં ૨૭૧, પણ એ કળશ ટીકા ઉપરનું છે, આ સમયસારનું. એટલે એક બાઇન્ડીંગ કરાવી લેવું. લાઇફ ટાઇમ વાંચવું, એક પુસ્તક હોં! લાઇફ ટાઇમ.

મુમુક્ષુ:- અત્યારે જે વાત છે ને એ તો આમ સચોટ છે.

ઉત્તર:- બેયને હા આવે-બેયને હા આવે. પહેલા અમારા ભાઇમાં હા નહોતી આવતી. હવે હા આવવા માંડી. હું ખુશી થયો. હું પ્રશંસા નથી કરતો. પ્રશંસા નથી કરતો તો પણ એક પ્રકારે રૂચિ જાગી. સ્વરૂપને સમજવાની ભાઇને રૂચિ જાગે અને આ ગુરુના વચનમાં હા આવે. સમજી ગયા? એ તો એનું કામ જ થાય, બીજું કાંઇ નહિ.

મુમુક્ષુ:- રૂચિ તો જાગી જ્યારે વાત માન્ય થઇ ગઈ.

ઉત્તર:- ત્યાર થી.

મુમુક્ષુ:- પણ સમય.

ઉત્તર:- એટલો નહોતો હજી ઉઘાડ. હવે પકડાય છે, બરાબર, વધારે. સારું.

મુમુક્ષુ:- બેય માટે સારું છે. એક બીજાને આમ.

ઉત્તર:- હાં! બેય માટે સારું છે. તમારા માટે પણ સારું છે. એકબીજાને પરસ્પર, પરસ્પર એક આગળ ને એક પાછળ રહે તો મજા ન આવે. બે સાથે દોડેને? તો મજા આવે. પછી યોગ્યતા અનુસાર કોઇ વહેલો અરિહંત થાય ને પછી કોઇ મોડો. એનો વાંધો નથી.

મુમુક્ષુ:- એ તો સૌ સૌની યોગ્યતા.

મુમુક્ષુ:- એ તો જે થવાકાળ છે એ થવાનું છે.

ઉત્તર:- એ કાંઇ ફરવાનું નથી. એની સાથે આપણે સંબંધ નથી.

મુમુક્ષુ:- પણ આ તો એક જ વસ્તુ જે છે એનો નિર્ણય કરવાનો છે.

ઉત્તર:- એ નિર્ણય કરવાનો છે. હું કોણ છું ને કેવો છું? બસ! એટલો નિર્ણય કરવાનો છે. એમાં કામ થશે.

જુઓ, આ સ્વાનુભવની દશા! જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય અભેદ થઈ ગયું, એ દશા સ્વાનુભવની. જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય એવા ભેદોથી ભેદાતો નથી, કટકા નથી થતા ત્રણ, સમજાવે તો. અભેદમાં ભેદ કરીને સમજાવે, તો વસ્તુ તો અભેદ જ છે. કટકા ન થાય એના. એવો અભેદ ચિન્માત્ર હું આત્મા છું. ભેદાતો નથી એવો અભેદ ચિન્માત્ર હું આત્મા છું. હું જ્ઞેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું, એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ વિકલ્પ છે.

મુમુક્ષુ:- એને વિકલ્પ કહે છે.

ઉત્તર:- હું આને (પરને) જાણું એ મિથ્યાત્વનો વિકલ્પ. અને જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયના ભેદ પાડવા એ સાધકનો વિકલ્પ. સાધક કહે વિકલ્પ છે એમાં શાંતિ નથી, એમાં શાંતિ છે.

મુમુક્ષુ:- નિર્વિકલ્પ જોઇએ છે.

ઉત્તર:- જોઇએ છે, એને એ જોઇએ છે.

મુમુક્ષુ:- કારણ કે એનો જે સ્વભાવ છે એ રૂપે ટકી રહે

ઉત્તર:- હા, બસ!

મુમુક્ષુ:- તો બરાબર બાકી જ્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થઇ એ દુ:ખ છે.

ઉત્તર:- ત્યાં સુધી દુ:થાય.

(આ હું જ્ઞાન), (હું) જ્ઞેય, આ હું જ્ઞાતા, એવા ત્રણ ભેદ દેખાતા નથી. ભેદ હોવા છતાં ભેદ દેખાતા નથી, દ્રષ્ટિ અભેદ ઉપર વઈ જાય છે. અભેદ ધ્યેય થાય છે અને અભેદ જ્ઞેય થઇ જાય છે. અભેદ ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી અને અભેદ જ્ઞેય થયું એમાં આનંદની પર્યાય જુદી દેખાતી નથી. આનંદમય આત્મા, આનંદમય અનુભવે છે બસ! મય!

ભાઇ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. તું કોણ છો? તું કોણ છો, એ તને ખબર નથી. આહાહા! તું કોણ છો એની તને ખબર નથી, કેટલું અંધારું! ત્રણ લોકના દ્રવ્યો-દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા એ ખરેખર તારું જ્ઞેય છે. એટલે જ્ઞાનની પર્યા જ્ઞેય છે, ખરેખર! પણ જે જણાય છે છ દ્રવ્યો, એ તારું જ્ઞેય નથી. બહેન! કાઢી નાખ્યું, છ દ્રવ્યો જ્ઞેય નથી. પણ છ દ્રવ્યો જેમાં જણાય એ જ્ઞાન, કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે.

આ જ્ઞાનની વાત છે, અજ્ઞાનની વાત (નથી), અજ્ઞાનમાં આત્મા પણ ન જણાય અને અજ્ઞાનમાં છ દ્રવ્ય પણ ન જણાય. જ્ઞાનમાં આત્મા જણાય, એટલે છ દ્રવ્ય જણાય-એમ કહેવાય. પણ જે જ્ઞાનમાં આત્મા ન જણાય એમાં જ્ઞાન નથી, તો જ્ઞાન નથી તો છ દ્રવ્ય ન જણાય. જ્ઞાનમાં ન જણાય, જ્ઞાનમાં જણાય. જણાય છતાં એને જાણતો નથી, આહાહા! એના ઉપર લક્ષ નથીને? જણાય છે બધા પણ લક્ષ નથી એના ઉપર, આહાહા!

મુમુક્ષુ:- એને એટલું જ જોઇએ છે, પોતે ને પોતાની જ્ઞાનની પર્યાય.

ઉત્તર:- બસ! એટલું જ છે. બીજું બહારમાં કાંઇ છે નહિ. બહારમાં ક્યાંય જાવા જેવું નથી, બસ!. અંદરમાં આવી જાયને? તો એને જલદી કામ થઇ જાય. ખરેખર તારું જ્ઞેય તો તારી જ્ઞાનની પર્યાય છે. જે પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે એ જ્ઞેય નથી તારા. 40:12 STOPતે દશા એલી નહિ, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય એ બધું જ્ઞેય છે. હવે જો ખુલાસો કર્યો કે જ્ઞાનની પર્યાય જ જ્ઞેય (છે) તને કહ્યું પણ એકલી જ્ઞાનની પર્યાય જ્ઞેય નથી. તારો આત્મા, દ્રવ્ય, ગુણ ને પર્યાય - ત્રણે અભેદ થઇને જ્ઞેય છે. તો તને સમજાવવા માટે કહ્યું કે તારી જ્ઞાનની પર્યાય જ્ઞેય છે, છ દ્રવ્ય જ્ઞેય નથી. ઓનો (છ દ્રવ્યનો) નિષેધ કરવા (માટે) જ્ઞાનની પર્યાયને જ્ઞેય કહ્યું, પણ જ્ઞાનની પર્યાય જ જ્ઞેય ન હોય, પણ અભેદ આખો આત્મા. દ્રવ્ય-ગુણથી-પર્યાયે પરિણમેલો આખો આત્મા - એ જ્ઞેય છે. આખો આત્મા, એ જ્ઞેય છે. તે બધું જ્ઞેય છે, આહાહા! તે સમસ્તનું (-પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (-પોતે) જ્ઞેય અને પોતે જ્ઞાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે. વસ્તુ આત્મા જ છે એતો. જ્ઞાન પણ આત્મા, જ્ઞેય પણ આત્મા અને જ્ઞાતા પણ આત્મા. આત્માથી જુદા ધર્મો નથી આ, એક જ છે. ત્રણ ભેદ નથી. ત્રણ ભેદ નથી. આવી ઝીણી વાત! જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે. ચાલો હવે પાંચમું પાનું કાલે. જરાક થાક લાગે છે.

મુમુક્ષુ:- બહુ સરસ. મજાની વાત આવે છે.

ઉત્તર:- બહુ સારી વાત આવે છે.

મુમુક્ષુ:- અને સમજાય છે.

ઉત્તર:- અને સમજાતી જાય છે, એ દેખાય છે. અમને પણ એમ દેખાય છે કે તમને સમજાય છે એટલું સારું છે. નહીંતર આ સમજવું બહુ કઠણ છે. આ જે વિષય છે ને? એ વિદ્વાનોને નથી બેસતું, ગળે ઉતરતું નથી!






Page 14

Report errors: AtmaDharma.com@gmail.com or Telegram

Version 1